Skip Navigation

DVD Ilustrado Multilíngue

The Biology of Prenatal Development




પૂર્વ પ્રસૂતિ વિકાસનું જીવ વિજ્ઞાન

.ગુજરા [Gujarati]


 

Baixar Versão em PDF  O Que é PDF?
 

Capítulo 1   Introdução

એક ગતિશીલ પ્રક્રિયામાં જેના અન્વયે એક કોષી માનવ ઝાયગોટ ૧૦૦-ટ્રિલિયન કોષ વયસ્ક બને છે, જે કદાચ સમગ્ર કુદરતનું સૌથી વધુ નોંધપાત્ર લક્ષણ છે.

સંશોધકો હવે જાણે છે કે ધણાં રોજિંદા કાર્યો વયસ્ક શરીર દ્વારા બજાવાતાં સગર્ભાવસ્થા દરમિયાન સ્થિર બને છે આવું ઘણીવાર જન્મના ઘણા વખત પહેલાં થાય છે.

જન્મ પહેલાંનો વિકાસલક્ષી ગાળો તૈયારીના સમયે વધુને વધુ સમજાય છે, જે દરમિયાન વિકાસ પામતો મનુષ્ય ઘણી સંરચનાઓ પ્રાપ્ત કરે છે, અને ઘણી કુશળતાઓ વ્યવહારમાં મૂકે છે, જે જન્મ પછીના અનુજીવન માટે જરૂરી બને છે

Capítulo 2   Terminologia

મનુષ્યમાં ગર્ભાવસ્થા સામાન્ય રીતે ૩૮ અઠવાડિયા રહે છે જેની ગણતરી ગર્ભાધાનના સમયથી, અથવા ગર્ભધારણના સમયથી, જન્મ સુધી હોય છે

ગર્ભાધાન પછીના પ્રથમ ૮ અઠવાડિયા દરમિયાન, વિકસતા મનુષ્ય ને 'ગર્ભ' કહેવામાં આવે છે, જેનો અર્થ "અંદર થતી વૃઘ્ધિ" થાય છે. આ સમય, જેને ગર્ભકાળ કહેવાય છે જેનું વર્ણન, રચના ઘ્વારા થતાં સૌથી મહત્વપૂર્ણ શરીર વ્યવસ્થાની રચનાથી કરાય છે.

આઠ અઠવાડિયાથી શરૂ કરીને ગર્ભાવસ્થા પૂરી ન થાય ત્યાં સુધી, "માણસનો વિકાસ થતો રહે છે, જેને 'ગર્ભ' કહે છે", જેનો અર્થ "વણજન્મેલ બાળક" થાય છે. આ સમય, જેને 'ગર્ભાવસ્થા' કહે છે તયારે શરીર મોટું થાય છે અને તેની સિસ્ટમ કામ કરવાનું શરૂ કરે છે.

ગર્ભાધાન અને ગર્ભાવસ્થાના વયકાળના આ કાર્યક્રમમાં ગર્ભાધાનના સમયથી ઉલ્લેખ કરાય છે.