| |
Capítulo 41 4 a 5 Meses (16 a 20 Semanas): Resposta ao Estresse, Verniz Caseoso, Ritmos Circadianos
|
| |
| ૧૬ અઠવાડિયા સુધીમાં
સોય ગર્ભના પેટમાં નાખવતી પ્રક્રિયા
હોમોર્નવિષયક
દાબ-પ્રતિક્રિયા શરૂ કરે છે.
જે, નોરાડ્રેનલાઇન,
અથવા નોરએપીનેફ્રિન
લોહીના સ્ત્રોતમાં છૂટું કરે છે.
નવજાત અને પુખ્ત વ્યક્તિઓ,
આક્રમક કાર્યપધ્ધતિ સામે
આવો જ પ્રતિભાવ દર્શાવે છે.
|
| શ્વસનતંત્ર પ્રણાલીમાં,
શ્વાસનળીની શાખાઓનું વૃક્ષ
હવે લગભગ પૂરૂ થાય છે.
|
| એક રક્ષણાત્મક સફેદ પદાર્થને
જેને 'વર્નિક્સ કાસેઓસ' કહે છે
તે હવે ગર્ભને ઢાંકી દે છે.
વર્નિક્સ, ચામડીનું
એમ્નિયોટિક પ્રવાહીની દાહક અસરોથી
રક્ષણ આપે છે.
|
| ૧૯ અઠવાડિયાના ગર્ભની હલનચલનથી,
શ્વસન પ્રવૃત્તિ,
અને હૃદયના ધબકારાના દર,
દૈનિક ચક્રને અનુસરે છે,
જેને (સર્કેડિયન રિધમ)
શારીરિક લયબધ્ધતા કહે છે.
|
Capítulo 42 6 a 7 Meses (24 a 28 Semanas): Reflexo Cócleo-Palpebral e de Sobressalto; Pupilas Respondem à Luz; Olfato e Paladar
|
| |
| ૨૦ અઠવાડિયા સુધીમાં કવચ-કાનની અંદરનો
ગુંચળાવાળો ભાગ
જે શ્રવણ શક્તિનો ભાગ છે,
તે પુખ્ત કદ સુધી પહોંચે છે,
પૂર્ણ વિકસિત
અંદરના કાનમાં.
હવે આગળ,
ગર્ભ,
અવાજની વધતી જતી રેન્જને
પ્રતિભાવ આપે છે.
|
| હવે વાળ ખોપરી પર ઉગવા માંડે છે.
તમામ ચામડીના થર અને રચનાઓ,
નાની કેશવાહિનીઓ અને ગ્રંથિમાં
સાથે હાજર હોય છે.
|
| ગર્ભાધાન પછીના ૨૧ થી ૨૨
અઠવાડિયા સુધીમાં
ફેફસાં, હવા શ્વાસમાં લેવાની
થોડીક શક્તિ પ્રાપ્ત કરે છે.
આને જીવનક્ષમતાની વય ગણવામાં
આવે છે,
કારણકે ગર્ભાશયની બહાર
અસ્તિત્વ ટકાવી રાખવાનું,
કેટલાક ગર્ભ માટે શક્ય બને છે.
તબીબી ક્ષેત્રની અધ્યતન શોધોના
લાંબા વારસાની મદદથી
અપક્વ જન્મેલા શિશુઓનું જીવન
ટકાવી રાખવાનું શક્ય બન્યું છે.
|