Skip Navigation

DVD Ilustrado Multilíngue

The Biology of Prenatal Development


6 - 8 Semanas


પૂર્વ પ્રસૂતિ વિકાસનું જીવ વિજ્ઞાન

.ગુજરા [Gujarati]


 

Baixar Versão em PDF  O Que é PDF?
 

Desenvolvimento Embrionário: 6 a 8 Semanas

Capítulo 20   6 Semanas: Movimento e Sensação

૬ અઠવાડીયા સુધીમાં મગજના બે ભાગ, મગજના બીજા ભાગો કરતાં ઝડપથી પ્રમાણ બહાર વિકસે છે.

ગર્ભ અચાનક, અને, સ્વંયસ્ફુરિત ગતિ શરૂ કરે છે. આ હિલચાલ જરૂરી છે, સામાન્ય મજજા સ્નાયુતંત્રના વિકાસને પ્રેરિત કરવા માટે.

મોંના વિસ્તારને સ્પર્શ થતાં ગર્ભ સ્વંય પોતાનું માથું પાછું ખેંચી લે છે.

Capítulo 21   A Orelha Externa e a Formação de Célula Sanguínea

બહારનો કાન આકાર લેવો શરૂ કરે છે.

૬ અઠવાડીયા સુધીમાં પિત્તાશયમાં લોહીના કોષોની રચના શરૂ થાય છે, જયા લિમ્ફોસાઈટસ હવે હાજર છે. આ પ્રકારના સફેદ લોહીના કોષો, એ વિકસતી રોગપ્રતિકારક વ્યવસ્થા તંત્રનો મહત્વનો ભાગ છે.

Capítulo 22   O Diafragma e os Intestinos

ડાયફ્રામ, એ મુખ્ય સ્નાયુ છે જે શ્વસનક્રિયામાં વપરાય છે, અને ૬ અઠવાડીયા સુધીમાં મોટેભાગે તેની રચના થઈ જાય છે.

આંતરડાનો ભાગ હવે કામચલાઉ નાળની અંદરથી બહાર નીકળ છે. આ સામાન્ય પ્રક્રિયાને શરીર શાસ્ત્ર વિષયક 'હર્નિએશન' (સારણગાંઠ) કહે છે, જે પેટમાં વિકસતાં બીજા અંગો માટે જગ્યા કરે છે.

Capítulo 23   Placas da Mão e Ondas Cerebrais

૬ અઠવાડીયા થતાં હાથની પ્લેટો સપાટ થવા માંડે છે.

મગજના તરંગો ૬ અઠવાડીયા અને ર દિવસ જેટલા જલ્દી પણ નોધવામાં આવ્યા છે.

Capítulo 24   Formação do Mamilo

ધડની બાજુઓ પર સ્તનની ડીંટી, તેના નિશ્ચિત સ્થળે પહોચેં તેની તરત પહેલાં, છાતીના આગળના ભાગમાં દેખાય છે.

Capítulo 25   Desenvolvimento dos Membros

૬ ૧/૨ અઠવાડીયા સુધીમાં કોણીઓ ચોખ્ખી દેખાય છે, આંગળીઓ જુદી થવા માંડે છે અને હાથની હાલચાલ દેખી શકાય છે.

હાડકાની રચનાને કઠન કરવાની પ્રક્રિયા, જેને 'ઓસ્સિફીકેશન' કહે છે, તે હાંસડીની અંદર, ગળાના હાડકાની અંદર, અને ઉપલા ને નીચેના જડબાના હાડકા ની અંદર શરૂ થાય છે.

Capítulo 26   7 Semanas: Soluços e Resposta a Susto

૭ અઠવાડિયા બાદ હેડકીઓ દેખાવાનું બન્યું છે.

પગની હલચલ દેખી શકાય છે. જેની સાથે આશ્ચર્યજનક પ્રતિક્રિયા જોવા મળે છે.

Capítulo 27   O Coração Desenvolvido

૪ ચેમ્બરવાળું હૃદય મહદંશે સંપૂર્ણ છે. હવે હૃદય સરેરાશ મિનિટદિઠ ૧૬૭ વખત ધબકે છે.

હૃદયની ઇલેક્ટ્રીકલ પ્રવૃત્તિ ૭ ૧/૨ અઠવાડિયે નોંધાઇ હતી, જેમાં વયસ્ક વ્યક્તિ જેવા જ તરંગ-યંત્રો જણાયા છે.

Capítulo 28   Ovários e Olhos

સ્ત્રીઓમાં, ૭ અઠવાડિયા સુધી અંડકોશ ઓળખી શકાય છે.

૭ ૧/૨ અઠવાડિયા સુધી આંખનો પિગમેન્ટ રેટિના સરળતાથી દેખાય છે અને પોપચાંની ઝડપથી વૃધ્ધિ શરૂ થાય છે.

Capítulo 29   Dedos das Mãos e dos Pés

આંગળીઓ અલગ હોય છે, અને માત્ર બેઝમાંજ પગના અંગૂઠા જોડાયેલા હોય છે.

હાથ હવે સાથે આવે છે, અને તે જ રીતે પગ આવી શકે છે.

ઢીંચણના સાંઘા પણ હાજર છે.
6 - 8 Semanas